6 વારની વર્લ્ડ ચેમ્પિયન ઍમસી મેરી કોમ અને અનુભવી ઍલ સરિતા દેવીઍ બીજી ઇન્ડિયા ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિફના અંતિમ દિવસે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય ઍશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલે જાયન્ટ કિલર સચિન સિવાચના પડકારનો સામનો કરીને 4-1થી વિજય મેળવીને ૫૨ કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય બોક્સરોમાંથી મેન્સ કેટેગરીમાં 52, 81, 91 અને 91થી વધુ ક્ગ્રિમાં ચાર જ્યારે મહિલા વિભાગમાં 51, 57 અને 75 કિગ્રાની કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય બોક્સરોઍ કુલ મળીને ટુર્નામેન્ટના 18 ગોલ્ડમાંથી 12 ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. ગત વર્ષે દિલ્હીમાં યોજાયેલી પ્રથમ સિઝનમાં ભારતીય બોકસરોઍ 6 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયન સરિતા દેવીઍ સિમરનજીત કૌરને 3-2થી હરાવીને 3 વર્ષમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિમરનજીતે પહેલા રાઉન્ડમાં પ્રભાવી પ્રદર્શન કર્યુ પણ તે પછી સરિતાઍ વાપસી કરીને મેડલ જીત્યો હતો, તેમે પોતાનો મેડલ ગત વર્ષે જેનું નિધન થયું હતું તે પોતાની માતાને અર્પણ કર્યો હતો. મેરીકોમે માજી નેશનલ ચેમ્પિયન વનલાલ દુગાતીને હરાવી હતી. તે પહેલા સેમી ફાઇનલમાં તેણે નિખત ઝરીનને હરાવી હતી. નિખત ઝરીન અને જ્યોતિને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. શિવા થાપાઍ મનીષ કૌશિકને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.