લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે.
ગુજરાત ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ
નરેન્દ્ર મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર ભાજપના દિગ્ગજ નેતાઓ તેમનુ ભવ્ય સ્વાગત કરશે. નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્મારકમાં પુષ્પાજલી અર્પણ કરીને આશીર્વાદ લેશે. ત્યારબાદ તેઓ એરપોર્ટનીથી ડફનાળા અને રિવરફ્રન્ટ થઈને ખાનપુર પહોંચશે. ખાનપુરમાં પીએમ મોદી સભા સંબોધશે.
રાત્રિ રોકાણ રાજભવનમાં
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે જ કરવાના છે. તેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. PMની સભામાં 5 IPS, બે હજાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.