Gujarat Weather: ચક્રવાતી પવનો ઠંડી વધારશે, તાપમાન ઘટશે, જાણો IMDનું અપડેટ!
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીની ઋતુ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે.
તાપમાનમાં ઘટાડાની સંભાવના
મદાવાદ હવામાન વિભાગના કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસના મતે, રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે અને આગામી કલાકોમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. જોકે, આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીમાં વધારો થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે.
વરસાદની કોઈ શક્યતા નથી
હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન શુષ્ક રહેશે, પરંતુ જો કોઈ ફેરફાર થશે તો માહિતી આપવામાં આવશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 3, 2025
ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન
- અમદાવાદ – 17°C
- ગાંધીનગર – 15.5°C
- વડોદરા – 16.8°C
- સુરત – 17.2°C
- ભુજ – 13.8°C
- નલિયા – 8.6°C
- રાજકોટ – 15.4°C
- ભાવનગર – 17.4°C
- ઓખા – 20.8°C
- પોરબંદર – 14.9°C
- સુરેન્દ્રનગર – 17.3°C
- કેશોદ – 12.9°C
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતા થોડા દિવસોમાં તાપમાનમાં વધઘટ ચાલુ રહી શકે છે, જેના કારણે રાજ્યમાં ઠંડી ફરીથી વધી શકે છે.