આજથી શરૂ થયેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનમાં જર્મનીની પાંચમી ક્રમાંકિત અને હાલની વિમ્બલ્ડન ચેમ્પિયન ઍન્જેલિક કર્બરને રવિવારે અહીં રોલા ગેરાંમાં રશિયાની 18 વર્ષિય ઍનાસ્તાસિયા પોટાપોવાઍ પોતાની ફ્રેન્ચ ઓપન ડેબ્યુ મેચમાં હરાવીને મોટો અપસેટ કર્યો હતો. કર્બરને પોટાપોવાઍ સાવ સરળતાથી 6-4, 6-2થી હરાવીને અપસેટ કરી હતી. આ સાથે કર્બર ફ્રેન્ચ ઓપનમાં છઠ્ઠીવાર પહેલા રાઉન્ડમાં જ હારી છે.
આ પહેલા સ્પેનની મહિલા ખેલાડી ગર્બાઇન મુગુરુઝા, પુરૂષ ખેલાડી રોજર ફેડરર, સ્ટેફાનોસ સિતસિપાસ, મારિન સિલિચ, ગ્રિગોર દિમિત્રોવ, કેઇ નિશિકોરી સહિતના ખેલાડીઓ પોતપોતાની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા છે. જ્યારે મહિલા સિંગલ્સમાં સ્વેતલાના કુઝનેત્સોવા અને મેગ્દેલિના રિબારીકોવા જેવી ખેલાડીઓ હારીને બહાર થઇ છે.
ગર્બાઇન મુગુરુઝાએ અમેરિકાની ટેલર ટાઉન્સેન્ડ હરાવી આગેકૂચ કરી
મુગુરુઝાઍ અમેરિકાની ટેલર ટાઉન્સેન્ડ સામે 5-7. 6-2. 6-2થી વિજય મેળવ્યો હતો. મુગુરુઝાની શરૂઆત સારી રહી નહોતી અને તે પહેલો સેટ હારી ગઇ હતી, જા કે તે પછી તેણે જારદાર રમત બતાવીને મેચ કબજે કરી હતી. અન્ય ઍક મેચમાં ક્રોઍશિયાની પેત્રા માર્ટિકે ટ્યુનિશિયાની ઓન્સ જાઉબેરને 6-1, 6-2થી હરાવી હતી. આ ઉપરાંત સ્વીડનની જાહાના લાર્સને સીધા સેટમાં મેગ્દેલીના રિબારીકોવાને 6-3, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
રોજર ફે઼ડરર સાવ સરળતાથી ઍલ સોનેગોને હરાવી બીજા રાઉન્ડમાં
આ તરફ પુરષ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત ચેમ્પિયન ખેલાડી રોજર ફે઼ડરરે સાવ સરળતાથી ઍલ સોનેગોને 6-2, 6-4, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ ઉપરાંત છઠ્ઠા ક્રમાંકિત સિતસિપાસે ઍમ માર્ટેરરને 6-2, 6-2, 7-6થી હરાવ્યો હતો, જ્યારે 7માં ક્રમાંકિત કેઇ નિશિકોરીઍ હેલીસને 6-2, 6-3, 6-4થી હરાવીને આગેકૂચ કરી હતી. જ્યારે 11માં ક્રમાંકિત સિલિચે ટી ફેબિયાનોને હરાવ્યો હતો.
ફ્રાન્સના નિકોલસ માહૂતે 16માં ક્રમાંકિત સેચ્ચિનાટોને 5 સેટની લડતમાં હરાવ્યો
ફ્રેન્ચ ઓપનમાં રવિવારે પહેલા દિવસે પુરૂષ સિંગલ્સમાં ઇટલીના નિકોલસ માહૂતે જારદાર રમતનું પ્રદર્શન કરીને પાંચ સેટ સુધી લડત ચલાવીને 16માં ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી માર્કો સેચ્ચિનાટોને હરાવીને અપસેટ કર્યો હતો. આ મેચની મહત્વની બાબત ઍવી હતી કે સેચ્ચિનાટોઍ પહેલા બે સેટ 6-2 અને 7-6થી જીત્યા ત્યારે ઍવું લાગતું હતું કે માહૂત પહેલા રાઉન્ડમાં હારીને આઉટ થઇ જશે. જા કે તે પછી તેણે મેચમાં જારદાર વાપસી કરીને સતત ત્રણ સેટ 6-4, 6-2, 6-4થી જીતી લઇને મેચ પોતાના નામે કરી હતી. તેણે 5 બ્રેક પોઇન્ટ જીત્યા હતા. જ્યારે સેચ્ચિનાટો 3 બ્રેક પોઇન્ટ જીત્યો હતો.