પાકિસ્તાનના માજી કેપ્ટન અને હાલના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકને ઍવો વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ ૧૬મી જૂને ભારતીય ટીમ સામે જ્યારે રમવા ઉતરશે ત્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સામે 5 વર્લ્ડકપથી હારતા રહેવાનો સિલસિલો તોડી નાખશે. પાકિસ્તાન અત્યાર સુધી વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી શક્યુ નથી ત્યારે આ માજી કેપ્ટનને આ વખતે તેની ટીમ જીતશે ઍવો વિશ્વાસ છે.
ઇન્ઝમામે કહ્યું હતું કે લોકો ભારત-પાકિસ્તાનની મેચને ઘણી ગંભીરતાથી લે છે અને કેટલાક તો ઍવું કહે છે કે જા પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી દેશે તો અમને ખુશી થશે. તેણે કહ્યું હતું કે આ વખતે મને ઍવું લાગે છે કે અમે ભારતીય ટીમ સામે વર્લ્ડ કપમાં હારતા રહેવાના સિલસિલાને તોડી નાંખીશું.