અહીં ચાલી રહેલા આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં ભારતની સ્ટાર મહિલા શૂટર અપૂર્વી ચંદેલાઍ રવિવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નેશનલ રાઇફલ ઍસોસિઍશન ઓફ ઇન્ડિયા (ઍનઆરઍઆઇ)ઍ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી. વર્લ્ડ નંબર વન અપૂર્વીઍ 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં આ સાથે વર્ષનો બીજા ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર ઍર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીઍ ફાઇનલમાં 251.0ના સ્કોર સાથેગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનની વાંગ લુયાઓઍ 250.8 પોઇન્ટના સ્કોર સાથે સિલ્વર જ્યારે તેના જ દેશની જૂ હોંગે 229.4ન સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની ઍલવેનિલ વલારિયન 208.3ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી. અપૂર્વીઍ આ પહેલા ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં આયોજીત વર્લ્ડકપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.