ગુજરાતમાં હાલ આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, આજે સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં આવ્યા. ધીમે ધીમે આગ વિકરાળ બનતા પ્લાસ્ટિક અને મેટલના બેરલ ફાટવા લાગ્યા હતા. કેમિકલના બેરલ હોવાથી આગ વધુ પ્રસરી રહી છે. અંદાજે એક લાખ લીટર પાણી વપરાયું છે. સ્થનિક ફાયર ફાઈટરે પાણીના બે ફેરા મારવા પડી રહ્યા છે. આગને કાબુમાં લાવવા બેથી ત્રણ કલાક લાગી શકે છે.
