ડિફેન્ડીંગ ચેમ્પિયન રાફેલ નડાલે વિક્રમી 12માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ માટે સોમવારે અહીં પોતાના અભિયાનની વિજય સાથે જારદાર શરૂઆત કરી હતી., તો મહિલા સિંગલ્સમાં માજી વર્લ્ડ નંબર વન કેરોલિના વોઝ્નીયાંકી અને અમેરિકાની વિનસ વિલિયમ્સ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ હતી. વિનસને હરાવીને ઍલિના સ્વીતોલિનાઍ આગેકૂચ કરી હતી, તેની સાથે જ કિકી બર્ટન્સ અને ઍશલી બાર્ટીઍ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
નડાલે પહેલા રાઉન્ડમાં જર્મનીના ક્વોલિફાયર યાનિક હામ્પમેનને સરળતાથી 6-2, 6-1, 6-3થી હરાવ્યો હતો. હવે તે આગલા રાઉન્ડમાં અન્ય ઍક જર્મન ક્વોલિફાયર યાનિક માડેન સામે રમશે. ફ્રેન્ચ ઓપનમાં નડાલનો રેકોર્ડ હવે 87-2 થયો છે. આ તરફ મહિલા સિંગલ્સમાં વોઝ્નીયાંકીને રશિયાની વેરોનિકા કુદેરમેતોવાઍ 0-6, 6-3, 6-3થી હરાવી હતી. અન્ય ઍક મેચમાં કીકી બર્ટન્સે ફ્રાન્સની પાઉલીન પારમેન્ટિયરને 6-3, 6-4થી હરાવી હતી.
મહિલા વિભાગની અન્ય ઍક મેચમાં ઍશ્લી બાર્ટીઍ જેસિકા પેગુલાકોને 6-3, 6-3થી જ્યારે બ્રિટનની યોહાના કોન્ટાઍ જર્મનીની ઍન્ટોનિયા લોટનરને 6-4, 6-4થી હરાવી હતી. આ પહેલા રવિવારે અમેરિકાની વિનસ વિલિયમ્સનો ઍલિના સ્વીતોલીના સામે 3-6, 3-6થી પરાજય થયો હતો.