ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુરમાં ફરી એરવાર શરમજનક ઘટના સામે આવી છે. એક નાબાલિક બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. જેમાં 3 લોકો સામેલ છે. જ્યારે આ બાળકી કાંઈ બોલી શકતી નથી અને સાંભળી પણ શકતી નથી. જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે, તે ભોગ બનનાર છોકરીના ગામનાં જ છે.
ત્રણેય આરોપીઓ એ સાથે મળીને દુષ્કર્મ આચર્યુ છે.છોકરીના પિતાએ પોતે પોલીસમાં એક અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જે નાબાલિક બાળકી સાથે આ દરિદંગી થઈ છે તે કેવી રીતે કોઈને કહેશે? પરંતુ આરોપીઓએ પોતે પોતાની આ શરમજનક કરતૂત રેકોર્ડ કરી છે. કદાચ બાળકી વધુ આગળ બ્લેકમેલ કરવાની યોજના બનાવવાની પ્લાનીંગ કરી રહ્યા હોઈ શકે છે. પરંતુ સોશ્યલ મીડિયા પર આરોપીઓ દ્વારા વિડીયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવ્યા હતા.