ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલની કિંમત લિટર દીઠ 84 પૈસા અને ડીઝલની કિંમત 73 પૈસા વધી ચૂકી છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 9 પૈસા અને ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો કરાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધવાને કારણે તે નુકસાની ભરપાઈ કરવા ઓઈલ કંપનીઓ આગામી સમયમાં લિટર દીઠ રૂ. 3નો વધારો કરી શકે છે.
