આજથી લંડનમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઇ રહ્યો છે તે પહેલા બુધવારે પહેલીવાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સુકાન સંભાળનાર વિરાટ કોહલીએ બુધવારે વર્લ્ડ કપ 2019ના ઓપનિંગ સેરેમનીની પાર્ટી દરમિયાન સેન્ટ્રલ લંડનમાં બંકિંઘમ પેલેસની સામે આવેલા મોલમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિય અને પ્રિન્સ હેરી, ડ્યુક ઓફ સસેક્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અન્ય 10 ટીમોના કેપ્ટન પણ મહારાણીને મળ્યા હતા. ધ રોયલ ફેમિલી દ્વારા પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર કેપ્ટનો સાથે મહારાણીની આ મુલાકાતના ફોટાઓ શેર કરતાં લખ્યું હતું કે ઇયોન મોર્ગન તેમજ વિરાટ કોહલી સહિતના અન્ય કેપ્ટનોએ મહારાણી સાથે બંકિંઘમ પેલેસમાં આયોજિત ગાર્ડન પાર્ટી દરમિયાન મુલાકાત કરી.
This afternoon, The Queen and The Duke of Sussex met @cricketworldcup team captains at Buckingham Palace ahead of the start of the tournament tomorrow. pic.twitter.com/9zo05CoFbS
— The Royal Family (@RoyalFamily) May 29, 2019
The tournament will feature the world’s top ten teams, nine of whom are from the Commonwealth: Australia ??, Bangladesh ??, England ???????, India ??, New Zealand??, Pakistan??, South Africa ??, Sri Lanka?? and the West Indies ?? ?? ?? ?? ?? ?? ?? ?? ?? ??. pic.twitter.com/zVVAxlkvtv
— The Royal Family (@RoyalFamily) May 29, 2019
મહારાણીએ પ્રિન્સ હેરી સાથે મહેલના 1844 ખંડમાં વાર્ષિક ગાર્ડન પાર્ટીની યજમાની કરી અને 46 દિવસ સુધી ચાલનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે તમામ ટીમોને શુભકામના આપી હતી. મહારાણીએં તમામ 10 ટીમના કેપ્ટન સાથે એક સામુહિક તસવીર ખેંચાવી હતી.
મહારાણીએ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સાથે મુલાકાત કરીને તેની સાથે હાથ મિલાવ્યો હતો. તેંમણે તમામ ટીમના કેપ્ટન સાથે હાથ મિલાવીને તેમને વર્લ્ડ કપ માટે શુભેચ્છા આપી હતી.
મહારાણીએ વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને તેની સાથે હાથ મિલાવ્યો હતો અને તે સમયે કોઇક ટીપ્પણીને કારણે તમામના ચહેરા પર સ્મિત ફરી વળ્યુ હતું. બીસીસીઆઇએ ટિ્વટર પર આ ફોટો શેર કરીનેં લખ્યું છે કે સ્કીપર મીટ્સ ધ ક્વિન.
જે બસમાં તમામ કેપ્ટનને લઇ જવાયા હતા તેમાં બાંગ્લાદેશના કેપ્ટન મશરફી મોર્તઝાએ એક સેલ્ફી લીધી હતી, જેમાં વિરાટ કોહલી ઉપરાંત અફઘાનિસ્તાનનો કેપ્ટન ગુલબદીન નૈબ, પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ અહેમદ વગેરે જોવા મળે છે. આ ફોટો ટિ્વટર પર ગુલબદીન નૈબે કેપ્ટન્સ સેલ્ફી લખીને શેર કર્યો હતો.