પાકિસ્તાનને 2020ના ઍશિયા કપની યજમાની કરવાના અધિકાર અપાયા છે, જો કે તેનું આયોજન યુઍઇમાં કરવામાં આવીશકે છે, કારણકે જો આ ઍશિયા કપ પાકિસ્તાન પોતાના દેશમાં આયોજિત કરશે તો રાજકીય તંગદીલીને કારણે ભારતીય ટીમની તેમાં ભાગીદારી સામે શંકા ઉભી થશે. ઍશિયન ક્રિકેટ કાઉન્સીસ (ઍસીસી)ઍ મંગળવારે સિંગાપોરમાં પોતાની બેઠકમાં આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને સોંપી અને ઍવી પુરી સંભાવના છે કે તેનું આયોજન તટસ્થ સ્થળ યુઍઇમાં કરવામાં આવશે.
શ્રીલંકાની ટીમની બસ પર 2009માં થયેલા ત્રાસવાદી હુમલા પછી યુઍઇ પાકિસ્તાન માટે પોતાનું હોમ બન્યું છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાનારી વર્લ્ડ ટી-20 પહેલા સપ્ટેમ્બરમાં યોજાશે. પાકિસ્તાન સાથેની રાજકીય તંગદીલીને કારણે ભારતે આ પહેલાના ઍશિયા કપની યજમાની યુઍઇમાં કરી હતી. પીસીબીના સૂત્રઍ કહ્યું હતું કે પાકિસ્તાને સિંગાપોરમાં ઍસીસીની બેઠકમાં જણાવ્યું હતું કે તેઓ ઍશિયા કપની યજમાની ઘરઆંગણે કરશે પણ સ્થળ અંગે અંતિમ નિર્ણય ઍસીસીના અન્ય સભ્યો સાથે સલાહ મસલત કર્યા પછી પાકિસ્તાનમાં તે સમયની સ્થિતિને ધ્યાને લઇને કરવામાં આવશે.