ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના આયરલેન્ડ પ્રવાસની શરૂઆત ખરાબ રહી છે અને યજમાન સીનિયર ટીમે પહેલી મેચમાં તેમને 4-1થી હરાવ્યા હતા. ભારતીય ટીમ વતી ઍકમાત્ર ગોલ શર્મિલા દેવીઍ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં આયરલેન્ડે 7મી મિનીટમાં ગોલ કર્યો હતો, બીજા ક્વાર્ટરમાં તેને પેનલ્ટી કોર્નર મળ્યો પણ ભારતીય ગોલકિપર બિચૂ દેવીઍ યોગ્ય ડિફેન્સ કર્યુ હતું.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ વતી શર્મીલાઍ બરાબરીનો ગોલ કરીને સ્કોર 1-1 પર મુક્યો હતો. તે પછી ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો પણ તેઓ ગોલ કરી શક્યા નહોતા.
અંતિમ મિનીટોમાં આયરલેન્ડની સારા હાકશોઍ ગોલ કરીને યજમાનોને ફરી સરસાઇ અપાવી હતી અને અંતિમ ક્વાર્ટરમાં આયરલેન્ડે વધુ 2 ગોલ કરીને મેચ 4-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમ ગુરૂવારે કેનેડાની જૂનિયર ટીમ સામે રમશે. તે પછી 31 મેથી 4 જૂન સુધી કેન્ટોર ફિત્ઝગેરાલ્ડ અંડર-21 ચાર દેશોની ટુર્નામેન્ટ રમાશે.