મતગણતરીના દિવસે જ દીકરાનો જન્મ ગણાવી તેનું નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખનાર મુસ્લિમ મહિલાનો દાવો ખોટો નીકળ્યો. તપાસ કરતાં બીજી જ હકીકત બહાર આવી. આ મહિલાના દીકરાનો જન્મ 23 મે નહીં, પરંતુ 12 મેએ 12.59 વાગે વજીરગંજ સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં થયો હતો. આ ખુલાસા બાદ મહિલાના દાવા પર સવાલો ઊભા થઈ ગયા. સાથે-સાથે તેણે તેના દીકરાનું નામ પણ બદલી નાખ્યું.
વજીરગંજ પોલીસ સ્ટેશનના પરસપુર મહરૌર ગામમાં રહેતી મુસ્લિમ મહિલા મૈનાજની પત્ની મુસ્તાક 24 મેના રોજ એક દાવો કરી દેશ-દુનિયામાં ચર્ચામાં છવાઇ ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે, 23 મેના રોજ જન્મેલા તેના દીકરાનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી રાખવામાં આવ્યું છે.
દીકરાને જન્મ આપનાર મહિલા મૈનાજે કહ્યું હતું કે, વડાપ્રધાનની નીતિઓથી ખુશ થઈને તેણે પોતાના દીકરાનું નામ વડાપ્રધાનના નામ પર રાખ્યું છે. તેણે એ પણ દાવો કર્યો હતો કે, તેનો દીકરો 23 મેએ મતગણતરીના દિવસે જ જન્મ્યો છે. જેની તપાસ કરતાં હકીકત અલગ જ નીકળી.
12 મેએ તેના દીકરાના જન્મ સમયે સીએચસીમાં હાજર ડૉ. ભાવનાએ જણાવ્યું કે, મૈનાજ બેગમ પ્રસવ માટે 12 મેએ દાખલ થી હતી અને બપોરે 12.59 વાગે દીકરાને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બંનેનું સ્વાસ્થ્ય સારું હતું. જેનો રેકોર્ડ હોસ્પિટલના રેકોર્ડ્સમાં પણ છે.
સત્ય બહાર આવતાં જ મહિલા ફરી ગઈ અને દીકરાનું નામ નરેદ્ર દામોદદાસ મોદીમાંથી બદલી નાખ્યું. મહિલાએ જણાવ્યું કે, સમાજના લોકો સતત તેના પર દબાણ કરી રહ્યા હતા કે, નરેન્દ્ર મોદી નામ રાખવાથી દીકરાને ભવિષ્યમાં મુશ્કેલીઓ આવશે. જેથી તેણે દીકરાનું નામ અલ્તાફ અહમદ રાખવાનો નિર્ણય કર્યો, જોકે તે તેના દીકરાનું નામ મોહમ્મદ મોદી પણ રાખશે.