કચ્છ સરહદ પરથી સતત ઘુસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી વધી રહી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આજની જ વાત કરીએ તો કોરિક્રિક બોર્ડર પાસેથી પાંચ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. બીએસએફ અને પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ પેકેટ મળી આવ્યા છે. જેમાં ડ્રગ્સ હોવાની આશંકા છે. જેથી બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સી એફએસએલની મદદ લઇને વધુ તપાસ હાથ ધરાઇ છે. તો બીજી તરફ હરામીનાળા ક્રિક બોર્ડર પાસેથી એક પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયા છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફે પાકિસ્તાની બોટ સાથે ઘુસણખોરને ઝડપી પાડ્યા છે. અને આ ઘુસણખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ પહેલા વર્ષ 2008માં મુબઇ આતંકી હુમલો કરવા વાળા આંતકીઓ પણ દરિયાઇ માર્ગે જ ભારતમાં પ્રવેશ્યા હતાં. તેમજ જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં સુરક્ષા બળોએ અથડામણ દરમિયાન લશકર-એ-તૈયબાનાં બે આંતકીઓને ઠાર કર્યા છે.મહત્વનું આજે સાંજે સાત વાગ્યે સાત વાગ્યે નરેન્દ્ર મોદી પીએમ પદનાં શપથ ગ્રહણ કરશે. આ શપથ સમારોહમાં અંદાજીત 650 મહેમાનો સામેલ થનાવા છે. આ શપથ સમારોહમાં બિમસટેક દેશનાં નેતાઓ ખાસ હાજર રહેશે. ભારત સિવાય બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાન આ ઇન્ટરનેશનલ સંગઠનનાં સદસ્ય છે.

આ વખતે પીએમ મોદીનાં શપથ સમારોહમાં પાકિસ્તાનને નિમંત્રણ અપાયું નથી.મહત્વનું છે કે પીએમ મોદીએ પોતાનાં શપથ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ ન આપીને સંકેત આપ્યો છે કે જો પાકિસ્તાન આંતકવાદ વિરૂદ્ધ કડક પગલા નહિં ભરે તો તેની સાથે કોઇ પણ પ્રકારની વાતચીત નહિ થાય જો કે પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને ટ્વિટર અને ફોનનાં માધ્યમથી જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પહેલા જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલી વખત પ્રધાનમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા ત્યારે પાકિસ્તાન સહિત સાર્ક દેશોનાં વડાઓને આમંત્રિત કરાયા હતાં. વર્ષ 2014માં તત્કાલિન પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ પીએમ મોદીનાં શપથ સમારોહમાં હાજરી આપવા માટે આવ્યા હતાં.