દક્ષિણ આફ્રિકા સામેની આજની વર્લ્ડ કપની પહેલી મેચમાં ટોસ કરવા માટે ઉતરતાની સાથે જ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ઍક ખાસ સિદ્ધિ મેળવી હતી અને તે ઇંગ્લેન્ડ વતી 200 વનડે રમનારો પહેલો ખેલાડી બન્યો હતો. મોર્ગનની આ સિદ્ધિ બદલ ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા તેનું સન્માન કરાયુ હતું અને ઇસીબીના અધ્યક્ષ ઍન્ડ્રુ સ્ટ્રોસે તેને ઍક ખાસ કેપ આપી હતી. ઇયોન મોર્ગન પછી ઇંગ્લેન્ડ વતી સર્વાધિક 197 વનડે પોલ કોલિંગવુડે રમી છે. ઇયોન મોર્ગનની ઇન્ટરનેશનલ કેરિયરની આ કુલ 223મી વનડે હતી. તેણે પોતાની કેરિયરની પ્રથમ 23 વનડે આયરલેન્ડ વતી રમી છે. મોર્ગને 2006થી 2009 દરમિયાન આયરલેન્ડ વતી રમેલી 23 વનડેમાં 35.42ની ઍવરેજે 744 રન કર્યા હતા અને તે પછી 2009માં તેણે ઇંગ્લેન્ડ વતી ઇન્ટરનેશનલ મેચોમાં પદાર્પણ કર્યુ હતું.
ઇંગ્લેન્ડ વતી સર્વાધિક વનડે રમનારા ખેલાડીઓ
ખેલાડીનું નામ કુલ વનડે
ઇયોન મોર્ગન 200
પોલ કોલિંગવુડ 197
જેમ્સ ઍન્ડરસન 194
ઍલેક્સ સ્ટુઅર્ટ 170
ઇયાન બેલ 161
ડેરેન ગફ 151
મોર્ગન ઇંગ્લેન્ડ વતી 7000 રન કરનારો પહેલો ખેલાડી બન્યો
અહીંના કેનિંગ્ટન ઓવલ પર વર્લ્ડ કપની પહેલી મેચમાં અર્ધસદી ફટકારવાની સાથે ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડ વતી 7000 વનડે રન કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. આ મેચ પહેલા ઇયોન મોર્ગનના નામે 6977 રન હતા અને તેને આ આંકડો પુરો કરવા માટે 23 રન જાઇતા હતા. મેચની 26મી ઓવરમાં મોર્ગને લુંગી ઍન્ગીડીના ત્રીજા બોલે ડી સ્કવેર લેગ ભણી છગ્ગો ફટકાર્યો અને તે પછીના બોલે વધુ ઍક છગ્ગો ફટકારીને તેણે ઇંગ્લેન્ડ વતી રમેલી 200 વનડેમાં પોતાના 7000 રન પુરા કર્યા હતા. તેણે આ મેચમાં પોતાની 46મી અર્ધસદી ફટકારી હતી.