Samsung NC10 લેપટોપમાં રહેલા ૬ મોસ્ટ ડેન્જરસ વાયરસે દુનિયામાં આશરે ૯૫ અરબ ડૉલરનું નુકસાન કર્યું છે. લેપટૉપને ઇન્ટરનેટથી અલગ અને એયરગેપ્ડ રાખવામાં આવ્યું છે. સાથે જ આ લેપટૉપને સેફ રાખવા માટે આમાં આવેલા પોર્ટને ડિસેબલ કરી દેવામાં આવ્યું છે. તેમાં Windows XP લેપટૉપને આર્ટ વર્કરૂપમાં વેચવામાં આવ્યું છે. આને The Persistence of Chaos નામ આપવામાં આવ્યું છે.
લેપટૉપમાં Wanna Cry જેવા ખતરનાક વાયરસ
ઇન્ટરનેટ આર્ટિસ્ટ ગુઓ ઓ ડૉન્ગે સાઈબર સિક્યોરિટી કંપની ડીપ ઇન્સ્ટિંક્ટ સાથે મળીને આને તૈયાર કરે છે. આ લેપટૉપ માટે ખતરનાક વાયરસની સપ્લાય ડીપ ઇન્સ્ટિક્ટે કરી છે. આ લેપટૉપમાં Wanna Cry રૈનસમવેર જેવા ખતરનાક વાયરસ છે. આ વાયરસે મે ૨૦૧૭માં એટેક કર્યો હતો. જેના એટેકથી ૧૫૦ દેશોમાં ૨૦૦,૦૦૦થી વધારે કોમ્પ્યુટરોને અસર થઇ હતી.આ વાયરસે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને ઠપ કરવાની સાથે ફ્રાન્સમાં રેનૉની ફેક્ટ્રીમાં કામકાજ બાધિત કર્યુ. Wanna Cry વાયરસથી આશરે ૪ અરબ ડૉલરનું નુકસાન થયું હતુ. લેપટૉપમાં બીજા ખતરનાક વાયરસ BlackEnery છે, જેણે યૂક્રેન અને આસપાસના વિસ્તારોમાં પાવરગ્રિડને બંધ કરી દીધી હતી.
લેપટૉપમાં ILOVEYOU વાયરસ પણ
સેમસંગના આ લેપટૉપમાં ઝડપથી ફેલાતો MyDoom વાયરસ પણ છે. આ વાયરસનો એટેક ૨૦૦૪માં થયો હતો. જેની પાછળ રશિયાના ઈ-મેલ સ્પેમર્સનો હાથ હોવાનું કહેવાય છે. લેપટૉપમાં ILOVEYOU વાયરસ પણ છે. જેણે ૨૦૦૦ની સાલમાં ૫ લાખથી વધારે કોમ્પ્યુટરને અસર કરી હતી. આ વાયરસે કોમ્પ્યુટર સુધી પહોંચવા માટે ઈમેલ અને ફાઈલ શેરિંગ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય લેપટૉપમાં SoBig અને DarkTequila વાયરસ પણ છે.
નુકસાન નહીં કરે લેપટૉપના વાયરસ
ગુઓ અને સાઈબર સિક્યોરિટી કંપની ડીપ ઇન્સ્ટિંક્ટનું કહેવું છે કે આ વાયરસ કોઈપણ રીતે ખતરનાક સાબિત ના થાય એ માટે એમણે પૂરતાં અને અસરકારક પગલાં ભર્યાં છે. આ લેપટૉપ એરગેપ્સ છે. એટલે કે સીધેસીધાં ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી પરિણામે બીજા નેટવર્કમાં વાયરસ નહી ફેલાઈ શકે. સાથે જ ગ્રાહકને આ લેપટૉપ આપતાં પહેલા એની ઇન્ટરનેટ કેપેબિલિટીને ડિસેબલ કરી દેવામાં આવશે. એટલે કે આ લેપટૉપમાં ઇન્ટરનેટ નહીં ચલાવી શકાય.