ગુરૂવારથી શરૂ થયેલા 2019ના વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી મેચમાં ઇંગ્લેન્ડના કુલ 4 ખેલાડીઓ જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સે અર્ધસદી ફટકારી હતી. અત્યાર સુધીના વર્લ્ડ કપના ઇતિહાસને ધ્યાને લઇઍ તો 5 વર્લ્ડ કપ દરમિયાન ઍક મેચમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ જ અર્ધસદી ફટકારી શક્યા હતા. પહેલીવાર ઍવુ બન્યું છે કે ઇંગ્લેન્ડના 4 ખેલાડીઓઍ ઍક જ મેચમાં અર્ધસદી ફટકારી હોય. જેસન રોયે 53, જો રૂટે 51, ઇયોન મોર્ગને 57 અને બેન સ્ટોક્સે 89 રન કર્યા હતા.
ઇંગ્લેન્ડ વતી વર્લ્ડ કપની ઍક મેચમાં નોંઘાયોલી અર્ધસદી
અર્ધસદી વિરોધી ટીમ મેદાન વર્ષ
4 દક્ષિણ આફ્રિકા ઓવલ 2019
3 ભારતીય ટીમ લોર્ડ્સ 1975
3 ઇસ્ટ આફ્રિકા ઍજબેસ્ટન 1975
3 શ્રીલંકા પેશાવર 1987
3 પાકિસ્તાન કરાચી 1996
3 આયરલેન્ડ બેંગલુરૂ 2012