વર્લ્ડ કપની ગુરૂવારે રમાયેલી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી મેચમાં જો રૂટ જ્યારે અંગત 51 રન કરીને આઉટ થયો હતો, જો કે તેમાં ખાસ વાત એ હતી કે તે જ્યારે આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 111 રન હતો. ઇંગ્લેન્ડમાં આ આંકડાને સૌથી અનલકી ગણવામાં આવે છે અને એ આંકડે જ રૂટ આઉટ થયો તેથી તેમની એ માન્યતા વધુ દૃઢ બની હશે.
ઇંગ્લેન્ડમાં 111 નંબરના આંકડાને નેલ્સન નંબર તરીકે ઓળખવામાં આવે છે, હકીકતમાં સ્કોર 3 અથવા તો 4 સંખ્યામાં ઍક સરખો હોય ત્યારે તેને ઇંગ્લેન્ડના લોકો નેલ્સન નંબર તરીકે ઓળખે છે. ઍવું માનવામાં આવે છે કે જ્યારે નેલ્સન નંબર આવે છે ત્યારે વ્યક્તિનો ઍક પગ, ઍક હાથ ઍક આંખ મૃત્યુની નજીક હોય છે. જ્યારે નેલ્સન નંબર આવે છે ત્યારે ઇંગ્લેન્ડના રહીશો પોતાના સ્થાને કુદવા માંડે છે અથવા આમતેમ ચાલવા માંડે છે, તેઓ ઍક પગે જ કુદકા મારે છે. ભૂતકાળમાં કોઇ મેચમાં સ્કોર જ્યારે 111 પર પહોંચ્યો હોય ત્યારે અમ્પાયરિંગ કરી રહેલા ઇંગ્લીશ અમ્પાયર ડેવિડ શેફર્ડ મેદાન પર ઘણી વાર આ રીતે ઉછળતા જાવા મળતા હતા.