એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવામાં આવશે. આ માટે સીએમએ સૈદ્ધાંતિક મંજુરી આપી છે.. તો સામે ગુજરાતને હિપોપોટેમસ – રીંછ – વ્હાઇટ બેંગાલ ટાઇગર સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે. કર્ણાટકથી જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ૧ નર અને ૧ માદા હિપોપોટેમસ, ૧ નર અને ૨ માદા ગોર, બ્લેક સ્વાનની ૧ જોડી તેમજ ૧ નર રેડ નેક્ડ વૉલબી જેવા વન્ય પ્રાણીઓ આપવામાં આવશે.
