શપથગ્રહણ અને મંત્રીમંડળની નિયુક્તિ બાદ મોદી સરકારે 17મી લોકસભાના પ્રથમ સંસદ સત્રનુ એલાન કરી દીધું છે. સંસદનું પ્રથમ સત્ર 17 જૂનના રોજ શરૂ થશે, જે 26 જુલાઇ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે ત્યારબાદ 20 જૂનતી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જૂલાઇના રોજ બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઇને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે ત્યારબાદ આર્થિક સર્વે 4 જૂલાઇ રજૂ કરવામાં આવશે. 16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતી પરંતુ આ વખતે તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી નથી.
23 મેના રોજ ચૂંટણીના પરિણમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ 30 મેના રોજ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધી. શપથગ્રહણ કર્યા બાદ શુક્રવારે મંત્રીમંડળની જાહેરાત કર્યા બાદ કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાઇ. સત્તા બીજી વખત આવ્યા બાદ શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રથમ મોટો નિર્ણય લીધો. જેમાં શહીદોના બાળકોને મળતી સ્કોલરશીપમાં વધારો કર્યો છે.