ગુજરાતમાં વાડીલાલ એ આઈસ્ક્રીમ માટે ઘરે-ઘરે જાણીતું નામ છે. પણ હવે તમે વાડીલાઈ આઈસ્ક્રીમ ખાતાં પહેલાં સાવધાન થઈ જજો. કેમ કે, વાડીલાલ આઈસ્ક્રીમ બને છે સડેલાં ફળોથી. અને આ કંપનીના પ્લાન્ટમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જ્યારે મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ વલસાડના ધરમપુરમાં આવેલી વાડીલાલ ફેક્ટરીમાં રેડ પાડી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ગુજરાતમાં આઈસ્ક્રીમ ક્ષેત્રે ખુબ જાણીતું નામ વાડીલાલ હવે વિવાદના વમળોમાં ફસાઈ છે. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ આજે વલસાડના ધરમપુરમાં આવેલી વાડીલાલ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. વલસાડના પ્રાંત અધિકારી રવિન્દ્ર ખતાલે, ચીફ ઓફિસર જે.વી. પરમાર, મામલતદાર જી.જી. તડવી અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ તપાસ કરી હતી.