ઘોડદોડ રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સની સામે આવેલી ગલીમાં ગુરૂકૃપા સોસાયટીમાં ખોકદામ દરમિયાન ચાર શ્રમિકો દટાયા હતાં.આ દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને બે વ્યક્તિને બહાર કાઢ્યાં હતાં. હાલ અન્ય બે શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
પાંચ કામ કરતાં ચાર દબાયાઃસાથી શ્રમિક
નવા બંધાઈ રહેલા બંગલાના ખાડાના કામ માટે આવેલા શ્રમિકોમાંથી જાલમભાઈ નામના શ્રમિકે જણાવ્યું હતું કે,ચાર લોકો અંદર કામ કરવા ઉતર્યા હતા અને એક સાઈડમાં હતો આ દરમિયાન નીચે રહેલા ચારેય દટાય ગઈ હતાં. જેથી આસપાસમાંથી ઝુપડાવાળાઓને બાલાવ્યા અને તમામ થઈને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. એક 15 વર્ષના છોકરાને વધારે વાગ્યું છે. બે લોકોને વધારે ઈજાઓ પહોંચી છે.
સમગ્ર મામલે બંગલો બનાવવાની પરમીશન લેવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે તેમ ફરજ પર પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
અગાઉ એલિઝા એટલાન્ટાને સાઈટ સીલ કરાઈ
વેસુ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જ બિલ્ડીંગના ખાડામાં માટીમાં દબાઈને એકનું મોત થયું હતું. આ ઘટનામાં મંજૂરી ન લેવામાં આવી હોવાથી સાઈટ બંધ કરીને માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.