આઇસીસી વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ આવતીકાલે શનિવારે ન્યુઝીલેન્ડ શ્રીંલકા સામે અહીંના સોફિયા ગાર્ડન્સ મેદાન પર મેચ રમીને પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતીય સમય અનુસાર બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થનારી આ મેચમાં ૬ વાર સેમી ફાઇનલમાં પરાજીત થયેલી ન્યુઝીલેન્ડની ટીમનું પલ્લું થોડું ભારે લાગે છે.
ન્યુઝીલેન્ડના બેટ્સમેન અને તેના બોલર હાલમાં જારદાર ર્ફોમમાં છે
હાલના સમયે વનડે રેન્કિંગમાં નવમા સ્થાને બેઠેલી શ્રીલંકાની ટીમ જો કે ન્યુઝીલેન્ડને આધાત આપવાની તાકાત ધરાવે છે. કુલસ પરેરા, કુસલ મેન્ડિસ, ધનંજય ડિસિલ્વા, લાહિરુ થિરિમાને જેવા ખેલાડીઓ મેચમાંં અણધાર્યુ પ્રદર્શન કરવા માટે જાણીતા છે અને ઇસુરુ ઉડાના જેવો નીચલા ક્રમનો ખેલાડી વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે ત્યારે તેઓ ન્યુઝીલેન્ડને છક્કડ પણ ખવડાવી શકે તેમ છે.