સતત બીજી વખત મોદી સરકાર સત્તામાં આવી છે. ત્યારે સુરતમાં પીએમ મોદીની ચાંદીની મૂર્તિ અને અમિત શાહ-મોદીની સોનાની ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. જેને લઇને ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
PM મોદી અને અમિત શાહની જોડીની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. હવે જ્યારે અમિત શાહે મોદી સરકારમાં ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી લીધી છે. ત્યારે આ જીતની સુરતમાં સૌથી વધુ ઉજવણી થઇ રહી છે.સુરતમાં જ્વેલર્સે PM મોદીની ચાંદીની મૂર્તિ બનાવી છે. આ PM મોદીની મુર્તિ 3.5 કિલો ગ્રામની છે. આ નરેન્દ્ર મોદીની પ્રતિમા 24 કેરેટ સિલ્વરમાંથી બનાવવામાં આવી છે.
સાથે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સોનાની ફ્રેમ તૈયારી કરી છે. સરદાર પટેલની પ્રતિમા પર 7 ગ્રામ ગોલ્ડ સાથે પ્રતિમા તૈયાર કરાઈ છે. મહાત્મા ગાંધી અને PM મોદીની ગોલ્ડ ફ્રેમ બનાવાઈ છે. જ્વેલર્સ દ્વારા તૈયારી કરાયેલી મુર્તિ વેચાણ માટે મુકવામાં આવશે.