ઇંગ્લેન્ડમાં હાલમાં ક્રિકેટ કાર્નિવલ સમાન વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે અોસ્ટ્રેલિયાના માજી દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને પોતાની ડ્રીમ વર્લ્ડ કપ ઇલેવન પંસદ કરી છે. તેની આ ડ્રીમ ઇલેવનમાં જો કે તેણે ઍકમાત્ર ભારતીય સચિન તેંદુલકરને જ સ્થાન આપ્યું છે. સચિન ઉપરાંત વોર્ને પોતાની ડ્રીમ વર્લ્ડ કપ ઇલેવનમાં ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગ અને શ્રીલંકાના દિગ્ગજ લેગ સ્પિનર મુથૈયા મુરલીધરનને સામેલ કર્યા છે. તેણે સચિનની સાથે ઓપનર તરીકે ઍડમ ગિલક્રિસ્ટને પસંદ કર્યો છે. ત્રીજા સ્થાને રિકી પોન્ટીંગ અને તે પછીના સ્થાને બ્રાયન લારા છે. ત્યાર પછી ઓલરાઉન્ડર તરીકે તેણે માર્ક વોને પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ તેણે શ્રીલંકાના કુમાર સંગાકારાનો પણ સમાવેશ કર્યો છે.
શેન વોર્નની ડ્રીમ ઇલેવન આ મુજબ છે : ઍડમ ગિલક્રિસ્ટ, સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, માર્ક વો, કુમાર સંગાકારા, ઍન્ડ્રુ ફિલન્ટોફ, શાહિદ આફ્રિદી, વસીમ અકરમ, મુથૈયા મુરલીધરન અને ગ્લેન મેકગ્રા.
