આઇસીસી વર્લ્ડકપ 2019માં બુધવારથી પોતાના અભિયાનની શરૂઆત કરવાની પૂર્વ સંધ્યાઍ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ પોતાની ટીમનો ઇરાદો વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને ઍ વાતનો કોઇ ફરક પડતો નથી કે સામે વાળી ટીમ સામે અમે પહેલા રમ્યા છે કે નહીં, અમારું ફોકસ માત્ર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. તેણે પોતાની ટીમને સંતુલિત ગણાવતા કહ્યું હતું કે પીચની કન્ડીશન ભલે ગેમે તેવી હોય અમે દરેક પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ પણે તૈયાર છીઍ.
મેચની પૂર્વ સંધ્યાઍ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોહલીઍ કહ્યું હતું કે હાલની ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમેલી ટીમ કરતાં બહેતર છે. તેણે કહ્યું હતું કે અમે ચેમ્પિન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન જ કર્યુ હતું પણ અંતે સારું રમનારી ટીમ જીતી હતી. તે પછી અમે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા. તેણે કહ્યું હતું કે મિડલ ઓવરોમાં વિકેટ લેવા માટે કાંડાના સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો અને ટીમને વધુ સંતુલિત બનાવવાનો પણ પ્રયાસ કરાયો.
કેપ્ટન તરીકે પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ બાબતે કોહલીઍ કહ્યું હતું કે આ ઍક ગૌરવની બાબત છે. તેણે રમેલા 2011 અને 2015ની પહેલી મેચમાં તેણે સદી ફટકારી છે ત્યારે તેને કાલની મેચમાં સદી અંગે સવાલ કરાયો તો તેણે જવાબ આપ્યો હતો કે જ્યારે તમે સારું રમો છો તો લોકો તમારી પાસે આશા રાખે છે, અને ઍ રમતનો ઍક ભાગ જ છે. તેણે કહ્યું હતું કે આ વર્લ્ડ કપ કોઇપણ કેપ્ટન માટે કોઇ પરીક્ષા જેવો છે. તમારે અહીં ૯ મેચ રમવાની છે અને દરેક ટીમ માટે અલગ વ્યુહરચના ઘડવી પડે છે.