દક્ષિણ આફ્રિકા સામેની મેચની પૂર્વ સંધ્યાઍ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ ડેલ સ્ટેન અને લુંગી ઍન્ગીડીની ગેરહાજરીમાં કગિસો રબાડાથી સાવધ રહેવું પડશે. તેણે રબાડાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ બોલરને અમે હળવાશમાં લેવાની ભુલ નહીં કરીઍ. તેણે કહ્યું હતું કે અમે તેની ક્ષમતા જાણીઍ છીઍ, અને તેથી જ તેના પડકારને કંઇ રીતે પહોંચી વળવો તે પણ જાણીઍ છીઍ. અમે તેનું સન્માન કરીઍ છીઍ પણ તેની સામે કેવી રીતે રમવું તે પણ જાણીઍ છીઍ. તેણે કહ્યું હતું કે ડેલ સ્ટેન બાબતે મને ઘણું ખરાબ લાગી રહ્યું છે, તે ઍક જારદાર ખેલાડી છે.
