ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપમાં 30મી જૂને ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે ત્યારે તે પોતાના નિયમિત બ્લ્યુ ડ્રેસના સ્થાને કેસરી કલરના ડ્રેસમાં જાવા મળી શકે છે. કેસરી રંગની સાથે તેમાં બ્લ્યુ રંગ પણ ભળેલો હશે અને તેને ટુર્નામેન્ટ દરમિયાન જ બહાર પાડવામાં આવશે.
બીસીસીઆઇના ઍક સૂત્રઍ જણાવ્યું હતું કે બીસીસીઆઇની માર્કેટિંગ ટીમ ટી શર્ટની ડિઝાઇન પર કામ કરી રહી છે અને તેને ટુંકમાં જ જાહેર કરવામાં આવશે. વૈકલ્પિક ટી શર્ટની જરૂરિયાત ઍટલે ઊભી થઇ કે આઇસીસીઍ વર્લ્ડ કપ પહેલા ઍવી ગાઇડલાઇન આપી હતી કે ટીવી પર પ્રસારિત થનારી ટૂર્નામેન્ટમાં યજમાન દેશને બાદ કરતાં દરેક ટીમે અલગ અલગ રંગની બે ટી શર્ટ રાખવી પડશે.
ભારતીય ટીમનો બ્લ્યુ ડ્રેસ ઇંગ્લેન્ડ સાથે મળતો હોવાથી વિરાટ ઍન્ડ કંપની 30મી જૂને કેસરીયા રંગના ડ્રેસમાં ઉતરશે, આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ ટીમ કેસરી રંગની ટી શર્ટ સાથે જ મેદાને ઉતરશે. કારણકે તે પણ બ્લ્યુ ટી શર્ટ જ ધરાવે છે.