દેશની જાણીતી વિમાન કંપની ઈન્ડિગોના ફ્લાઇટ ઓપરેશન સેન્ટરને સોમવાર-મંગળાવારની મોડી રાત્રે ઈદ મુબારકનો સંદેશો આપતાં, પાકિસ્તાને ભારતીય વિમાનો માટો પોતાના હવાઇ રસ્તા ખોલી ધીધા છે. પાકિસ્તાનના રસ્તે સૌથી પહેલાં ઇન્ડિગોની ફ્લાઇટે ભારતમાં પ્રવેશ કર્યો. ત્યાંના નાગર વિમાન નિર્દેશક નિર્દેશકે કહ્યું કે, ‘જનાબ, તમને જુબાન આપી હતી.’

પાકિસ્તાને એર સ્પેસ પરથી પ્રતિબંધ હટાવતા પહેલુ વિમાન ઈન્ડિગોનુ વિમાન પાકિસ્તાનની એર સ્પેસમાંથી સલામત રીતે ભારત આવ્યુ છે. પાકિસ્તાને અહમદાબાદ નજીક ટેલેમ એન્ટ્રી પોઈન્ટનો રસ્તો ખોલ્યો છે. જે બાદ દુબઈથી દિલ્હીની ઉડાન ભરનાર ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ.. વિમાન લેન્ડ થતાની સાથે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના અધિકારીએ ઈન્ડિગોના ડ્યુટી ઓફિસરને ફોન કર્યો.. અને વિમાને સુરક્ષિત રીતે લેન્ડ કરવા અંગેની માહિતી આપી અને ઈદની શુભકામના પાઠવી.. ઈન્ડિગોના એક અધિકારીઓ જણાવ્યુ કે, પાકિસ્તાન દ્વારા જે માર્ગ ખોલવામાં આવ્યો તે માર્ગ પર ટેસ્ટિંગ માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.. ભારતીય વાયુસેન દ્વારા બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાને ૨૭મી ફેબ્રુઆરીના દિવસે તમામ ૧૧ એન્ટ્રી પોઈન્ટને બંધ કર્યા હતા. જેથી દિલ્હી સહિત દક્ષિણ એશિયાના અન્ય દેશો માટે ઉડાન ભરતા વિમાનોને લાંબા રૂટનો ઉપયોગ કરવો પડતો હતો.