અમદાવાદ મહાપાલિકાના મેયર શહેરમાં સૌ પ્રથમ ઈલેકટ્રીક કારનો ઉપયોગ કરતા થશે તેવી સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પર અમદાવાદમાં સીએમ વિજય રૂપાણીએ મિશન મિલિયન ટ્રી અભિયાનનો પ્રાંરભ કરાવ્યો છે.

જ્યાં ટાઉન હોલ ખાતે સંબોધન સમયે સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે હવે શહેરમાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલરનો ઉપયોગ વધ્યો છે.ઈ-રીક્ષાનો ઉપયોગ વધ્યો છે.તેવામાં હવે ઈલેકટ્રીક કાર પણ માર્કેટમાં આવશે.અને શહેરના મેયર સૌ પ્રથમ ઈલેક્ટ્રીક કારનો ઉપયોગ થશે જેમ સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.
શહેરમાં ગ્રીનરી વધારવા 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે.આ માટે 5 હજાર જેટલા વોલેન્ટીઅર્સે અને એનજીઓ સહિત 10 હજાર લોકોએ નોંધણી કરાવી છે.
સીએમ વિજય રૂપાણીએ જ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનો પણ શુભારંભ કરાવ્યો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે આ ટીમ રચાયેલી છે. જેટની ટીમની કામગીરી પર નજર કરીએ તો. આ ટીમમાં બે પોલીસકર્મી, કોર્પોરેશનના બે કર્મચારી અને ડ્રાઇવર એમ 5 વ્યક્તિ હશે.
શહેરના તમામ એટલેકે 48 વોર્ડમાં આ એક એક ટીમ હશે જે આ કામગીરી કરશે. આ ટીમ જેટ લખેલી ઇ-રિક્ષામાં ફરશે. જે જાહેરમાં કચરો નાખનાર, જાહેરમાં પેશાબ કરનાર, રસ્તા પર દબાણ કરનાર, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર રસ્તા પર પાર્કિંગ કરનાર લોકો સામે જેટ કાર્યવાહી કરશે.