વર્લ્ડ કપમાં બુધવારે પોતાના અભિયાનની શરૂઆત કરતાં ભારતીય ટીમને જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ સહિતના બોલરોઍ જારદાર બોલિંગ પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે 227 રનના સ્કોર પર અટકાવ્યું હતું. જેની સામે ભારતીય ટીમે રોહિત શર્માની નોટઆઉટ 23મી સદીની મદદથી 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને વર્લ્ડ કપ અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો.
228 રનના લક્ષ્યાંકની સામે ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને 13 રનના સ્કોર પર ધવન આઉટ થયો હતો. તે પછી કોહલી અંગત 18 રન કરીને આઉટ થયો હતો. રોહિતે તે પછી કેઍલ રાહુલે 75 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 26 રન બનાવીને આઉટ થયો તે પછી તેની સાથે ધોની જાડાયો હતો અને ઍ પછી રોહિતે પોતાની 23મી વનડે સદી પુરી કરીને સૌરવ ગાંગુલીથી આગળ નીકળ્યો હતો. ધોની અને રોહિત વચ્ચે 74 રનની ભાગીદારી થઇ હતી. ધોની આઉટ થયો તે પછી હાર્દિક પંડ્યા આવ્યો અને તેણે 7 બોલમાં 3 ચોગ્ગા સાથે 15 રન કરતાં ભારતીય ટીમ ૬ વિકેટે મેચ જીતી ગઇ હતી, રોહિત 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 122 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
બુમરાહે વર્લ્ડ કપની પહેલી મેચમાં બંને ઓપનરને આઉટ કર્યા, ચહલે પણ વર્લ્ડ કપનો ડ્રીમ સ્ટાર્ટ કરીને 4 વિકેટ ઉપાડી
દક્ષિણ આફ્રિકાઍ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તે પછી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલા બુમરાહે મેચની ચોથી ઓવરમાં હાશિમ અમલાનો શિકાર કર્યો હતો. અમલા માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી તેણે બીજા ઓપનર ક્વિન્ટોન ડિ કોકને કોહલીના હાથમાં સપડાવીને ભારતીય ટીમને બીજી સફળતા અપાવી હતી. 24 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાઍ પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. તે પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વેન ડર ડુસેને 54 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જો કે ચહલે 20મી ઓવરમાં બંનેને બોલ્ડ કરતાં દક્ષિણ આફ્રિકાઍ 80 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાને અનુભવી જેપી ડુમીની પાસે ઘણી આશા હતી પણ તે કુલદીપના બોલે લેગબિફોર થઇને પેવેલિયન ભેગો થયો હતો. તે પછી મિલર અને ફેલુકવાયોઍ મળીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 46 રન ઉમેર્યા હતા. ચહલ ફરી બોલિંગમાં આવ્યો અને તેણે પહેલા મિલરને અને પછી ફેલુકવાયોને પોતાનો શિકાર બનાવીને વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં વિકેટનો ચોગ્ગો પુરો કર્યો હતો. તે પછી મોરિસ અને રબાડા વચ્ચે 66 રનની ભાગીદારી થઇ હતી.