અમેરિકાના રાષ્ટ્રપતિએ ખાનગી ટીવના ઇન્ટરવ્યું દરમિયાન બ્રિટિશ રાજપરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાતને લઇને પુછવામાં આવતા આ વાત કહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ત્રણ દેશમાં ન તો હવા સારી છે અને ન પાણી. આ ત્રણેય દેશમાંથી કોઇએ પણ વાતાવરણને લઇને પોતાની જવાબદારી ઠીક રીતે સંભાળી નથી.
એક ઇન્ટરવ્યુંમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જણાવ્યું હતું. પેરિસ જલવાયુ સમજૂતિમાંથી બહાર થઇ જનાર ટ્રમ્પે દાવો કર્યો છે કે દૂનિયામાં અમેરિકાની જળવાયુ સૌથી સાફ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મે અમેરિકાની સૌથી સાફ જળવાયુની વાત આંકડાઓના આધારે જણાવી છે.
અમેરિકાની જળવાયુ દિવસે-ને-દિવસે વધુ સારી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસીય મુલાકાતને લઇને બ્રિટેનમાં છે. સોમવારે ટ્રમ્પે મહારાની એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત કરી અને બકિંઘમ પેલેસમાં શાહી ભોજમાં પણ સામેલ થયા હતા.