વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલરોની ફરી ઍકવાર જોરદાર બોલિંગને કારણે ટોપ ઓર્ડર ધ્વસ્ત થયા પછી સ્ટીવ સ્મિથની 73 રનની શ્રેષ્ઠ ઇનિંગ અને નાથન કુલ્ટર નાઇલની 90 રનની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાઍ મુકેલા 289 રનના લક્ષ્યાંક સામે મિચેલ સ્ટાર્કની 5 વિકેટના કારણે વેસ્ટઇન્ડિઝ 9 વિકેટે 273 રન સુધી જ પહોંચી શકતા ઓસ્ટ્રેલિયાનો 15 રને વિજય થયો હતો.
289 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને પહેલી 5 ઓવરમાં જ તેણે પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. તે પછી શાઇ હોપે નિકોલસ પુરન સાથે 66 અને શિમરોન હેટમાયર સાથે 50 અને કેપ્ટન હોલ્ડર સાથે 41 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં જાળવી રાખી હતી. જા કે તે 65 રન કરીને આઉટ થયો તે પછી આન્દ્રે રસેલ પણ 15 રન કરીને આઉટ થયો. હોલ્ડર અને બ્રેથવેટે 36 રનની ભાગીદારી કરી ત્યારે સ્ટાર્કે ઍક જ ઓવરમાં આ બંનેની વિકેટ ઉપાડીને તેમના વિજયની સંભાવના પર પુર્ણ વિરામ મુક્યુ હતું અને અંતે વેસ્ટઇન્ડિઝ 9 વિકેટે 273 રન સુધી જ પહોંચી શક્યું હતું.
વેસ્ટઇન્ડિઝના બોલરોઍ ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યા પછી સ્મિથ-કુલ્ટરનાઇલે ઓસ્ટ્રેલિયાને ઉગારી 288 સુધી પહોંચાડ્યુ
આ પહેલા વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો અને કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતા વેસ્ટઇન્ડિઝના ઓશાને થોમસ, શેલ્ડન કોટ્રેલ, આન્દ્રે રસેલ સહિતના બોલરોઍ બોર્ડ પર માત્ર 38 રન હતા ત્યારે 4 વિકેટ ઉપાડીને ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યુ હતું. જા કે સ્ટીવ સ્મિથે તે પછી માર્કસ સ્ટોઇનિશ સાથે મળીને 41 રનની અને ઍલેક્સ કેરી સાથે 68 રનની ભાગીદારી કરી હતી. ઍક છેડો સાચવીને રમી રહેલા સ્મિથને તે પછી કુલ્ટરનાઇલનો સારો સાથ મળ્યો હતો અને બંનેઍ મળી જારદાર ફટકાબાજી કરીને 13.4 ઓવરમાં 102 રનની ભાગીદારી કરીને સ્કોર 249 પર પહોંચાડ્યો હતો. સ્મિથ 73 રન કરીને જ્યારે કુલ્ટરનાઇલ 60 બોલમાં 92 રન કરીને આઉટ થયો અને અંતે 49 ઓવરમાં 288 રને તેમની ઇનિંગ પુરી થઇ હતી.