ભારતીય ટીમના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપીંગ ગ્લોવ્ઝ પર ભારતીય સૈન્યના બલિદાન બ્રિગેડના લોગોને દૂર કરવા આઇસીસી દ્વારા બીસીસીઆઇને વિનંતી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીઍ પહેરેલા આ ગ્લોવ્ઝ પર બલિદાન બ્રિગેડના લોગોને જાઇને ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થયા હતા અને તેમણે ધોનીની પ્રશંસા કરી હતી, જો કે આઇસીસીઍ તે માટે નારાજી વ્યક્ત કરીને બીસીસીઆઇને સૈન્યના આ ખાસ લોગોને દૂર કરવા વિનંતી કરી હતી.
આઇસીસીના સ્ટ્રેટેજિક અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજર ફલેયર ફરલોંગે આ બાબતે કહ્યું હતું કે અમે બીસીસીઆઇને આ ચિન્હ હટાવવા માટે અપીલ કરી છે. ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બ્રિગેડનું ચિન્હ છે, માત્ર પેરામિલિટરી કમાન્ડોને જ આ ચિન્હ ધારણ કરવાનો અધિકાર હોય છે. ધોનીને 2011માં પેરાશુટ રેજિમેન્ટમાં લેફટનન્ટ કર્નલની માનદ પદવી મળી હતી. ધોનીઍ પોતાની પેરા રેજિમેન્ટ સાથે ખાસ તાલિમ પણ લીધી છે.
સોશિયલ મીડિયા પર તેની આ પહેલની ઘણી પ્રશંસા થઇ રહી છે, જો આઇસીસીના વિચાર અને તેના નિયમ અલગ છે. આઇસીસીના નિયમ અનુસાર આઇસીસીના કોઇ કપડા કે અન્ય વસ્તુઓ પર ઇન્ટરનેશનલ મેચ દરમિયાન રાજકીય, ધર્મ કે રંગભેદી બાબતોનો સંદેશ ન હોવો જાઇઍ. ફલેયરને જ્યારે પુછાયું કે શું ધોની સામે કોઇ દંડાત્મક કાર્યવાહી કરાશે, ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલીવાર નિયમભંગ બદલ કોઇ કાર્યવાહી નહીં થાય માત્ર તેને ઍ દૂર કરવાની વિનંતી કરવામાં આવે છે.