બ્રાઝિલનો સુપરસ્ટાર ફૂટબોલર નેમાર કતર સામેની ઍક ફ્રેન્ડલી મેચમાં મળેલા 2-0ના વિજય દરમિયાન ઘુંટણમાં ઇજા થવાને કારણે ટીમમાંથી બહાર થઇ જવાના કારણે કોપા અમેરિકા ટુર્નામેન્ટ નહીં રમી શકે. બ્રાઝિલ ફૂટબોલ ઍસોસિઍશને ઍક નિવેદનમાં કહ્યું હતું કે ઇજા ગંબીર હોવાને કારણે નેમાર સમયસર ફિટ નહીંં થઇ શકે અને તેથી તે આ ટુર્નામેન્ટ નહીં રમી શકે.
મેચ દરમિયાન થયેલી ઇજાથી દુખી નેમાર બેન્ચ પર પોતાનો ચહેરો હાથમાં છુપાવીને બેઠો હતો અને તેના જમણા પગે બરફનો પટ્ટો લગાવાયેલો હતો. બ્રાઝિલે નવ દિવસ પછી કોપા અમેરિકા કપમાં પોતાની પહેલી મેચ બોલિવિયા સામે રમવાની છે.