Honda NX200: નવા એન્જિન અને શાનદાર ફીચર્સ સાથે આવી નવી હૉન્ડા બાઈક, જાણો કિંમત
Honda NX200: હૉન્ડાએ તેની નવી બાઈક NX200 લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1.68 લાખ રૂપિયા છે. આ બાઈકમાં OBD2B એમિશન નૉર્મ્સ એન્જિન આપવામાં આવ્યું છે, જે પ્રદૂષણ ઘટાડવા માટે વધુ અનુકૂળ છે. Honda Motorcycle & Scooter India એ NX200 ને એડવેન્ચર-ટૂરીંગ બાઈક તરીકે રજૂ કરી છે, જે સ્પોર્ટી અને સ્ટાઈલિશ ડિઝાઇન સાથે આવે છે. આ બાઈકનું ડિઝાઇન આકર્ષક છે અને તે હૉન્ડાની પ્રીમિયમ ડીલરશીપ પર ઉપલબ્ધ રહેશે.
Honda NX200 ના ખાસ ફીચર્સ
નવી Honda NX200 માં ઘણા શાનદાર અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં TFT ડિસ્પ્લે અને ડ્યુઅલ-ચેનલ ABS જેવા ખાસ ફીચર્સ છે. ઉપરાંત, આ બાઈકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ છે, જેના દ્વારા રાઈડર્સને કૉલ અને મેસેજ અલર્ટ જેવા સ્માર્ટ ફીચર્સ મળશે. બાઈકનું ડિઝાઇન CB200X જેવા જ છે, પણ તેમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે.
હૉન્ડા NX200 ત્રણ કલર વિકલ્પો માં ઉપલબ્ધ છે. આ બાઈકમાં બોલ્ડ ફ્યુઅલ ટૅંક, LED હેડલાઈટ, અને X-શેપ LED ટેલ લાઈટ જેવા આકર્ષક ડિઝાઇન ફીચર્સ આપવામાં આવ્યા છે.
OBD2B કંપ્લાયન્ટ એન્જિન
હૉન્ડા NX200 માં 184 cc, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે હવે OBD2B એમિશન નૉર્મ્સ અનુસાર અપડેટ છે. આ એન્જિન 12.5 kW ની પાવર અને 15.7 Nm નો ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે, જે ઉત્તમ રાઈડિંગ અનુભવ આપે છે.
સેફટી ફીચર્સ
સેફટી માટે, આ બાઈકમાં ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ-ચેનલ ABS આપવામાં આવ્યા છે, જે વધુ સુરક્ષિત અને અસરકારક બ્રેકિંગ પ્રદાન કરે છે.
બુકિંગ અને ડિલિવરી
હૉન્ડા NX200 ની બુકિંગ પ્રીમિયમ ડીલરશીપ પર શરૂ થઈ ગઈ છે.
નવી Honda NX200 એ એડવેન્ચર અને ટૂરીંગ પ્રેમીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે, જે આધુનિક ફીચર્સ અને સ્પોર્ટી લુક સાથે આવે છે.