ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઈબ્રેરી નજીક યુવાનની ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગુરૂવારની મોડી રાત્રે આશિફ નામના યુવાનને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે. ઘટના સ્થળે સ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોનના આધારે યુવાનની ઓળખ થઈ હોવાનું કહીં રહી છે. જોકે, આંશિક નામના યુવાનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ આશિફના પરિવારજનોની પોલીસ પૂછપરછ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મરનાર શેખ મહમ્મદ આશિફ અબ્દુલ ગફુર (ઉ.વ.22) રહે લીંબાયત અમન સ્કૂલ નજીક ઇચ્છાબા સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આસિફ ચોકબજાર જનતા માર્કેટની એક દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. એક ભાઈ હોવાનું હાલ પ્રાથમિક બહાર આવ્યું છે. હાલ હત્યા પાછળ જૂની અદાવત કે લૂંટના ઇરાદે કરાઈ એ હાલ બહાર આવ્યું નથી. આશિફને 7-8 ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોય એમ કહીં શકાય છે.