ચામુંડાનગરમાં દારૂના દૂષણ સામે મહિલાઓની કડક કાર્યવાહી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

દારૂના અડ્ડાઓ સામે જનતા રેડ બાદ પોલીસ પર નરમાઈના આક્ષેપ

જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગરમાં ગેરકાયદે દારૂના ધંધાને રોકવામાં પોલીસ નિષ્ફળ સાબિત થતાં મહિલાઓએ પોતે જ આગળ આવીને કાર્યવાહી કરી છે. સતત બીજા દિવસે પણ અનેક મહિલાઓએ એકત્ર થઈ ‘જનતા રેડ’ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ બુટલેગરને પકડે છે, પરંતુ થોડા જ સમયમાં તેને છોડી મૂકે છે, જેના કારણે દારૂધંધો ફરીથી શરૂ થઈ જાય છે.

જનતા રેડ બાદ બુટલેગરોની ધમકીઓથી વધુ ભય

સ્થાનિક રહેવાસીઓ મુજબ, વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલે છે. ગઇકાલે થયેલી રેડ બાદ આરોપીને પોલીસ લઈ ગઈ હતી, પરંતુ અડધા કલાકમાં જ મુક્ત કરી દીધો હતો. સાંજે ફરી દારૂનું વેચાણ શરૂ થતાં મહિલાઓને જીવની ધમકીઓ આપવામાં આવી હતી. આ પરિસ્થિતિ સામે મહિલાઓએ ફરીથી સવારે એકત્ર થઈને દારૂના અડ્ડા પર દરોડો પાડી દારૂ તથા હથિયારો મળ્યાના દાવા કર્યા છે.

Illegal Liquor Trade Jetpur 2.png

- Advertisement -

દીકરીઓ માટે અસુરક્ષિત વાતાવરણથી માતાઓમાં રોષ

સ્થાનિક નીતાબેન રાજપરાએ જણાવ્યું કે દારૂપીધેલા લોકો રસ્તાઓ પર ઉભા રહેતા હોવાથી જુવાન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અનેકવાર પોલીસ, મામલતદાર અને આગેવાનોને રજૂઆત છતાં પણ કોઈ સ્પષ્ટ પરિણામ ન આવતા મહિલાઓમાં અસંતોષ ફેલાયો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો તેઓ રાજકોટ એસ.પી.થી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરશે.

Illegal Liquor Trade Jetpur 1.png

- Advertisement -

પાંચ વર્ષથી ચાલુ ફરિયાદો છતાં કામગીરી નબળી

મહિલાઓના જણાવ્યા મુજબ તેઓ પાંચ વર્ષથી આ મુદ્દે ફરિયાદો કરી રહ્યા છે, પરંતુ પોલીસ યોગ્ય રીતે પગલાં નથી ભરતી. સોમવારે થયેલા દરોડામાં બૂટલેગરને લઈ ગયા બાદ અડધા કલાકમાં જ છોડવામાં આવ્યો હતો, જે બાદ બુટલેગરે વિસ્તારમાં દાદાગીરી કરતા મહિલાઓને ખુલ્લી ધમકીઓ આપી હતી. જેતપુર પોલીસ બુટલેગરો સામે નરમ છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે જનતામાં ચર્ચા શરૂ થઈ છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.