વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે મેદાન પર ઘણીવાર ઉગ્ર ચર્ચાઓ થઇ હશે પણ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ જે કર્યું તેનાથી એ પુરવાર થયું કે તેને કેમ વિશ્વના શ્રેષ્ઠ અને મહાન ખેલાડીઓ વખાણે છે.
When India fans started getting stuck into @stevesmith49, here’s how #ViratKohli responded to them.
And here’s the reaction from the Australian!
Absolute class! #SpiritOfCrickethttps://t.co/2gMOtR6lQZ
— ICC (@ICC) June 9, 2019
વિરાટ જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે સ્મિથ બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરતો હતો, તે સમયે કેટલાક દર્શકોએ સ્મિથને ચીડાવવા માટે ચીટર ચીટરનો સૂત્રોચ્ચાર કર્યો હતો. જો કે વિરાટને એ ન ગમ્યુ અને તેણે આગળ વધીને ભારતીય દર્શકોને એમ કરતાં અટકાવીને ઇશારામાં તેમને સ્મ્થિ માટે તાળી વગાડવા જણાવ્યું હતુ. તેના આ પગલાંની ઘણી પ્રશંસા થઇ હતી અને આઇસીસીએ પણ એ વીડિયો ટિ્વટર પર શેર કર્યો હતો.