Realme Gaming Smartphone: Realme નો ‘ગ્લો ઇન ધ ડાર્ક ફોન’ આજે થશે લોન્ચ,સેમસંગના નવા ફોનને આપશે ટક્કર
Realme Gaming Smartphone: Realme P3 Pro 18 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે, જેમાં Glow-in-the-Dark ડિઝાઇન, 6000mAh બેટરી અને Qualcomm Snapdragon 7s Gen 3 પ્રોસેસર મળશે. ચાલો, આ ફોન વિશે જાણીએ.
Realme Gaming Smartphone: Realme તેની નવી P3 સિરીઝ 18 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ સિરીઝ પર વધુ ધ્યાન Realme P3 Pro મોડલ પર છે, જે એડવાન્સ ફીચર્સ અને ટોપ-ક્લાસ ડિઝાઇન સાથે આવે છે. કંપની આજ બપોરે 12 વાગે આ ફોન લોન્ચ કરશે. આ સ્માર્ટફોનને Flipkart પરથી ખરીદી શકાય છે. ચાલો, આ ડિવાઈસ વિશે જાણીએ.
કેમ ખાસ છે આ ફોન?
Realme P3 Pro ને Flipkart ની માઈક્રોસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર કંપનીના કેટલાક ખાસ ફીચર્સ પણ જાહેર કરાયા છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ આ સેગમેન્ટનો પહેલીવાર આવી રહેલો ફોન છે, જે Glow-in-the-Dark ડિઝાઇન સાથે આવે છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ ની વાત કરીએ તો Realme P3 Pro માં Qualcomm Snapdragon 7s Gen 3 ચિપસેટ છે, જે 4nm TSMC પ્રોસેસ પર આધારિત છે. આ પ્રોસેસર કંપનીની પચેલી સિરીઝની તુલનામાં 20% વધુ CPU અને 40% વધુ GPU પરફોર્મન્સ પ્રદાન કરે છે, જેના કારણે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગનો શ્રેષ્ઠ અનુભવ મળે છે.
6000mAh બેટરી
આ ફોનમાં Quad-Curved AMOLED ડિસ્પ્લે છે, જે ઇમર્સિવ વ્યુઇંગ અનુભવ અને ગેમિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો તમે ગેમિંગ માટે ઉત્સુક છો, તો આ ફોન તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ ફોનનું બીજું મહત્વપૂર્ણ ફીચર તેની બેટરી છે, કારણ કે આ ડિવાઈસ 6000mAh ની મોટી બેટરી સાથે આવે છે. આ ઉપરાંત, સ્માર્ટફોન 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેના દ્વારા ડિવાઈસ ઝડપથી ચાર્જ થાય છે.
ગેમર્સ માટે ખાસ
જ્યાં સુધી કેમેરા સેટઅપની વાત છે, તેમાં 50MP OIS પ્રાઈમરી કેમેરો અને અલ્ટ્રાવાઈડ સેન્સર છે. આ ડિવાઈસ ઉચ્ચ ગુણવત્તાવાળી ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી માટે સક્ષમ છે. ગેમર્સ માટે આ ફોન ખૂબ ખાસ છે કેમ કે તેમાં ઘણા મજબૂત ગેમિંગ ફીચર્સ આપ્યા છે. AI Ultra-Steady Frames, Hyper Response Engine, AI Ultra Touch Control, અને AI Motion Control જેવા ફીચર્સ છે.
કિંમત શું હશે?
હાલમાં, કિંમત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મિડીયા રિપોર્ટ મુજબ આ ફોનની કિંમત 25K-30K ની વચ્ચે હોઈ શકે છે. Realme P3 Pro Flipkart અને Realme ની અધિકૃત વેબસાઈટ પર 18 ફેબ્રુઆરી 2025 થી ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઈસ Saturn Brown, Nebula Glow, અને Galaxy Purple કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.