ભારતીય ટીમના ફાઇટર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોમનારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેની સાથે જ રોલર કોસ્ટર જેવા ઉતારચઢાવવાળી તેની કેરિયર પર પૂર્ણવિરામ મુકાયું હતું. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે યુવરાજે ઍક જ વાતનું દુખ વ્યક્ત કર્યુ હતું કે તે પોતાની કેરિયરમાં વધુ ટેસ્ટ ન રમી શક્યો.
યુવરાજ ભારતીય ટીમ વતી વનડે અને ટી-20માં તો નિયમિતપણે રમતો હતો, પણ ટેસ્ટમાં તે હંમેશા ટીમની અંદર બહાર થતો રહ્યો હતો. યુવરાજે પોતાની ટેસ્ટ કેરિયરમાં ભારતીય ટીમ વતી 40 ટેસ્ટ જ રમી શક્યો હતો. તેણે આ દરમિયાન રમેલી 62 ટેસ્ટ ઇનિંગમાં 33.92ની ઍવરેજે 1900 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી અને 11 અર્ધસદી ફટકારી છે. તેના પરથી ઍ સ્પષ્ટ થાય છે કે જે સફળતા યુવીને વનડે અને ટી-20માં મળી તેવી સફળતા તેને ટેસ્ટમાં મળી નહોતી. યુવીઍ પોતાની કેરિયર સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં શરૂ કરી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ પુરી કરી.