મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કારોબારી મંડળના ફેરફાર રીપોર્ટ મંજુર કરાવવા માંગતા હોય, જે ફેરફાર રીપોર્ટ મંજુર કરવા માટે આ કામના આરોપી નં.(૧)રમેશભાઈ વિરમભાઈ પટેલ(આર.વી.પટેલ)આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર નાઓએ આરોપી નં.(૨)મનીષ દિલીપભાઈ પચીગર ચાર્ટડ એકાઉન્ટન્ટ મારફત ફરીયાદી પાસે રૂ.૭૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ,જે લાંચની રકમ આ કામના ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય,જેથી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
ફરિયાદીની ફરિયાદના આધારે લાંચ રૂપિયા માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગ, આસીસ્ટંટ ચેરીટી કમિશ્નરની ઓફીસ નક્કી કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીઓ 75 હજાર સાથે આરોપીઓ મારફતે લાંચની રકમ પોતાની ઓફીસમાં સ્વીકારતા બંન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયાં હતાં. એસીબી પીઆઈ બી. કે.વનારની આગેવાનીમાં સમગ્ર ટ્રેપ સફળ રહી હતી. હાલ બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.