ભારતીય ટીમ સામેની 9મી જૂને રમાયેલી મેચમાં પરાજીત થયા પછી બુધવારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે રમવાની છે ત્યારે તેમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસ ઘાયલ થયો હોવાના અહેવાલ આવ્યા છે. સ્ટોઇનીશને હાથના સ્નાયુ ખેંચાઇ ગયા હોવાથી તે પાકિસ્તાન સામેની મેચ નહીં રમી શકે. તેને ધ્યાને લઇને ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે મિચેલ માર્શને ઉતાવળે ઇંગ્લેન્ડ બોલાવાયો છે.
સ્ટોઇનિસ 15 સભ્યોની ટીમનો હિસ્સો બની રહેશે અને ઍ બાબતે સત્તાવાર નિર્ણય પાછળથી લેવાશે. કારણકે આઇસીસીનો નિયમ ઍવું કહે છે કે ઍકવાર કોઇ ખેલાડી ઇજાને કારણે ટીમમાંથી આઉટ થઇ જયા તે પછી તે સાજો થઇ જાય તો પણ ટીમમાં પાછો ફરી શકતો નથી, તેથી ઓસ્ટ્રેલિયન ટીમ સમજી વિચારીને આ બાબતે નિર્ણય લેશે.