ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા સુધી અન્ન પહોંચી રહે તેવા ઉમદા નિર્ધાર સાથે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવી છે…અને ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ. વાત કરીએ પોરબંદરની તો સ્વામિનારાયણ ગુરુકુળે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની આગોતરી તૈયારીઓ જ કરી લીધી હતી..આ સાથે પ્રભાવિત લોકોને જમવા સહિતની વ્યવસ્થા પણ કરી હતી.
