વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. APMC અને વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલો આ નિર્ણય ખેડૂત અને તેના માલને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે કોઈ માલને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ લઇને માર્કેટ યાર્ડ નહીં આવવા અપીલ કરવામાં આવી છે.