India: રવિવારે આકાશમાં મંગળ, ગુરૂ, શુક્ર, યુરેનશ, નેપચ્યુન ગ્રહો સૂર્યાસ્તથી પરોઢ સુધીમાં આકાશમાં જોવા મળશે.
India દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર તા. ૨૩ મી સૂર્યાસ્ત પછી તુરંત ગ્રહોનો નજારો તા. ૨૪ મી વહેલી પરોઢ સુધી જોવાનું ચુકશો નહિ. ખગોળી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે. યુરેનસ, નેપચ્યુન ગ્રહ અદ્યતન ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. મંગળ, ગુરૂ, શુક્ર ગ્રહ નરી આંખે જોઈ શકાય છે.
India જાથાના જયંત પંડયા જણાવે છે કે રવિવારે આકાશમાં બુધનો ઉદય ૭ કલાક ૫૦ મિનિટ અસ્ત ૭ કલાક ૩૬ મિનિટ, શુક્ર ઉદય ૮ કલાક ૪૨ મિનિટ અસ્ત રાત્રિના ૯ કલાક ૧૬ મિનિટ, મંગળ ઉદય બપોરે ૨ કલાક ૫૮ મિનિટ – અસ્ત પરોઢે ૪ કલાક ૩૪ મિનિટ, ગુરૂ ઉદય બપોરે ૧૨ કલાક ૩૩ મિનિટ અસ્ત મધ્ય રાત્રિના ૧ કલાક પર મિનિટ, શનિ ઉદય ૮ કલાક ૬ મિનિટ અસ્ત સાંજે ૭ કલાક ૫૦ મિનિટ, યુરેનસ ઉદય ૧૧ કલાક ૨૩ મિનિટ અસ્ત મધ્ય રાત્રિ ૧૨ કલાક ૨૮ મિનિટ, નેપચ્યુન ઉદય ૮ કલાક ૩૦ મિનિટ અસ્ત રાત્રિના ૮ કલાક ૨૭મિનિટ. આ દિવસે સૂર્યાસ્તથી પરોઢ સુધીમાં પાંચ ગ્રહો આકાશમાં જોવા મળશે. બે ગ્રહો દૂર હોવાના કારણે નરી આંખે જોઈ શકાશે નહિ. બાળકો, વિદ્યાર્થીઓ માટે ઘરે ઘરે દૂરબીન આવશ્યક છે. સરકારે આ માટે યોજના બનાવી દૂરબીનનું વિતરણ કરવાથી બાળકોને બ્રહ્માંડની જાણકરીના દ્વાર ખુલ્લા થશે તેવું જાથા માને છે. સ્વચ્છ આકાશમાં ગ્રહોની ખગોળીય ઘટના નિહાળવા અપીલ કરવામાં આવી છે. આ દિવસે સૂર્યનો ઉદય સવારે ૭ કલાક ૧૪ મિનિટ અસ્ત સાંજે ૬ કલાક ૪૭ મિનિટ, ચંદ્ર પરોઢે ૦ કલાક ૨૫ મિનિટ અસ્ત બપોરના ૨ કલાક ૨ મિનિટ સુધીનો છે.
ભારતભરમાં લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત લોકોને ખગોળીય ઘટનાની અવારનવાર માહિતી આપવામાં આવે છે. ટેલીસ્કોપને બંધીયાર રૂમમાં નહિ શેરીએ શેરીએ લઈ જઈ અવગત કરી ગ્રહોના નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. યુરોપ ખંડમાં લોકો ઘરે ઘરે દૂરબીન, ટેલીસ્કોપ રાખતા હોય છે તે નજરે જોયું છે.
અમુક ગ્રહો સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાય છે. જયારે નેપચ્યુન, પ્લુટો, યુરેનસ ગ્રહો ટેલીસ્કોપથી જોઈ શકાય છે. થોડા દિવસોથી આકાશમાં ગ્રહોનો જમેલો જોવા મળે છે.
બુધ ગ્રહ : સૂર્યાસ્ત અને સૂર્યોદય પહેલા અમુક સમય માટે જોવા મળે છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૮૭.૯૭ દિવસ લાગે છે. તેનો વેગ પ્રતિ કલાક ૧,૭૦,૫૦૦ છે. ધરી ભ્રમણનો સમય ૫૮ દિવસ ૧૬ કલાક છે. તેને એકપણ ઉપગ્રહ નથી.
શુક્ર ગ્રહઃ તેજસ્વી ગ્રહને કારણે ક્યારેક ધોળે દિવસે પણ જોવા મળે છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૨૨૪.૭૦ દિવસ લાગે છે. તેનો વેગ પ્રતિ કલાક ૧,૨૬,૦૭૦ છે. ધરી ભ્રમણનો સમય ૨૪૩ દિવસ ૧૪ મિનિટ છે.
મંગળ ગ્રહ : આકાશમાં વધુ લાલાશને કારણે ઓળખાય જાય છે. તેને બે ઉપગ્રહો છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૬૮૬.૯૮ દિવસ લાગે છે. તેનો વેગ પ્રતિ કલાક ૮૬,૬૮૦ છે. ધરી ભ્રમણનો સમય ૨૪ કલાક ૩૭ મિનિટ છે. આ ગ્રહ ઉપર ક્યારેય શાંતિ નથી અને ડમરીઓ તેમજ વાવાઝોડા જોવા મળે છે.
ગુરૂ ગ્રહ : બધા ગ્રહોમાં સૌથી વિરાટ કદ ધરાવતો અને સૌથી મોટો પરિવાર ધરાવતો ગ્રહ ગુરૂ છે. તેને ૩૯ ઉપગ્રહો છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૧૧.૮૬ વર્ષ લાગે છે. તેનો વેગ પ્રતિ કલાક ૪૭,૦૦૦ છે. ધરી ભ્રમણનો સમય ૯ કલાક ૫૫ મિનિટ છે.
શનિ ગ્રહ : સૌર મંડળમાં સૌથી સોહામણો અને વલયોના કારણે તેની સ્પષ્ટ ઓળખ થાય છે. તે ૩૦ ઉપગ્રહો ધરાવે છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા ૨૯.૪૬ વર્ષ લાગે છે. તેનો વેગે પ્રતિ કલાક ૩૪,૭૦૦ છે. ધરી ભ્રમણનો સમય ૧૦ કલાક ૪૦ મિનિટ છે. નેપચ્યુન ગ્રહ : લીલા રંગનો છે અને તે મુખ્યત્વે વાયુનો બનેલો છે. યુરેનસ ગ્રહઃ પૃથ્વીથી એટલો દૂર છે તે સામાન્ય દૂરબીનથી જોઈ શકાતો નથી. ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીનો મિત્ર હોય આ માનવજીવન ઓતપ્રોત બનેલું છે તે સૌ કોઈ જાણે છે.