ડિજિટલ કૃષિનો નવો અધ્યાય: ફાર્મર આઈડીથી ખેડૂતને મળશે એક જ સ્થળે તમામ સેવા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

7.64 કરોડ ખેડૂતો ફાર્મર આઈડી સાથે જોડાયા, હવે યોજનાઓ સુધી પહોચ થશે વધુ સરળ

કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2025માં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ફાર્મર આઈડીની શરૂઆત કરાઈ હતી. આ આઈડી એક ડિજિટલ કાર્ડ તરીકે કાર્ય કરે છે, જેમાં જમીન, પાક, પરિવાર, માટીની વિગતો અને પશુધનની જાણકારી સુરક્ષિત રાખવામાં આવે છે. આ કાર્ડથી ખેડૂતની સંપૂર્ણ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહે છે, જેથી તપાસ અને ચકાસણી સરળ બને છે. ફાર્મર આઈડીનો ઉપયોગ ખેડૂત સરકારની કોઈપણ નવી અથવા જૂની યોજના મેળવવા કરી શકે છે.

લાખોની સંખ્યામાં ખેડૂતો ફાર્મર આઈડી સાથે જોડાયા

સરકાર મુજબ ફાર્મર આઈડીના ફાયદા સમજતા દેશભરના કરોડો ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અગાઉ જુદી જુદી યોજનાઓ માટે ઘણી કાગળ કાર્યવાહી કરવી પડતી હતી, પરંતુ હવે આ આઈડીથી તમામ માહિતી એક ક્લિકમાં મળી શકે છે. અત્યાર સુધી 7.64 કરોડ ખેડૂતો ફાર્મર આઈડીના લાભાર્થી બની ગયા છે. જેમાં મહિલા ખેડૂતોની સંખ્યાનો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ડિજિટલ કૃષિ મિશન વધુ સર્વસમાવેશી બને.

farmer id benefits 1.png

- Advertisement -

કાશ્તકાર અને લીઝ પર ખેતી કરનાર ખેડૂતોને પણ લાભ

કિસાન રજિસ્ટ્રી એપમાં માત્ર જમીન માલિક જ નહીં, પરંતુ કાશ્તકાર અને પટ્ટેદાર ખેડૂતોને પણ જોડવાની સગવડ છે. દરેક રાજ્ય પોતાની નીતિ મુજબ એવો સમાવેશ કરી શકે છે. આથી ખેતર ચલાવતા પરંતુ માલિક ન હોય તેવા ખેડૂતોને પણ યોજનાનો લાભ સરળતાથી મળી શકે છે. 27 નવેમ્બર 2025 સુધી કુલ 7,63,72,702 ફાર્મર આઈડી બનાવવામાં આવી ચૂક્યા છે, જે આ પ્રણાલી પ્રત્યે ખેડૂતોના વિશ્વાસને દર્શાવે છે.

ફાર્મર આઈડીથી યોજનાના લાભો સરળ બન્યા

ફાર્મર આઈડીથી પ્રધાનમંત્રી કિસાન જેવી મદદરૂપ યોજનાઓમાં ખેડૂત પોતાના સ્તરે નોંધણી કરી શકે છે. એમએસપી પર પાક વેચાણ સમયે વધારાના દસ્તાવેજોની જરૂર રહેતી નથી, જેથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. પાકનો વીમો ડિજિટલ રીતે મેળવી શકાય છે અને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે લોન મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપથી થઈ શકે છે. માર્કેટિંગ અને સેવા ક્ષેત્રે ખેડૂતને વધુ વિકલ્પો પણ ઉપલબ્ધ થાય છે.

- Advertisement -

farmer id benefits 2.png

ખેડૂતને વ્યક્તિગત માર્ગદર્શન અને સમાન ફાયદાનું વિતરણ

ફાર્મર આઈડીના આધારે ખેડૂતોને તેમના પાક અને માટીની સ્થિતિને અનુરૂપ સલાહ મળી શકે છે. આ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતા લાભોની સમાન વહેંચણી સુનિશ્ચિત થઈ શકે છે અને જે યોગ્ય ખેડૂતો હજુ પણ ફાયદાથી વંચિત છે તેમની ઓળખ સરળ બને છે. ભવિષ્યમાં યોજનાઓ, જમીનના નામ પરિવર્તન અને ખરીદ રજિસ્ટ્રેશન જેવી પ્રક્રિયાઓમાં ફાર્મર આઈડી અનિવાર્ય માનવામાં આવી રહી છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.