boAt TAG Tracker: 1 વર્ષની બેટરી લાઇફ સાથે boAtનું નવું સ્માર્ટ ટ્રેકર લોન્ચ!
boAt TAG Tracker: આ ડિવાઇસ Google ના Find My Device Network સાથે કામ કરે છે. boAt એ પોતાનો નવો સ્માર્ટ ડિવાઇસ boAt TAG લોન્ચ કર્યો છે. આ BLE ટ્રેકર છે, જે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટૅગની મદદથી ચાવી, પર્સ, લગેજ, હેન્ડબેગ જેવી વસ્તુઓ સરળતાથી શોધી શકાય.
boAt TAG Tracker: boAt TAG ની બેટરી 1 વર્ષ સુધી ચાલે તેવી કંપની દાવો કરે છે. તે 10 મીટર સુધીની બ્લૂટૂથ રેન્જ માં કામ કરે છે અને સેમી-રિયલ ટાઇમ ગ્લોબલ લોકેશન ટ્રેકિંગ ને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ કાળા કલર માં ઉપલબ્ધ છે.
boAt TAGની ભારતમાં કિંમત
boAt TAG ની કિંમત 1,199 રાખવામાં આવી છે. તે કાળા કલર માં ઉપલબ્ધ છે અને સાથે 1 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ સ્માર્ટ ડિવાઇસની વેચાણ 24 ફેબ્રુઆરી થી શરૂ થશે અને તે boAt ની અધિકૃત વેબસાઇટ અને Flipkart પરથી ખરીદી શકાય.
boAt TAG ના મુખ્ય ફીચર્સ
- BLE ટ્રેકર – ચાવી, પર્સ, લગેજ, હેન્ડબેગ વગેરે શોધવામાં સહાય.
- Google ના Find My Device Network સાથે કામ કરે.
- 1 વર્ષની બેટરી લાઇફ – લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય.
- 10 મીટર બ્લૂટૂથ રેન્જ – બ્લૂટૂથ ની મદદથી કનેક્ટ થઈ શકે.
- 80dB એલાર્મ – જેના દ્વારા વસ્તુઓ સરળતાથી શોધી શકાય.
- સેમી-રિયલ ટાઇમ ગ્લોબલ લોકેશન ટ્રેકિંગ – જેથી વસ્તુઓનું મોનિટરિંગ કરી શકાય.
- 1 વર્ષની વોરંટી અને એક એક્સ્ટ્રા બેટરી સાથે આવે છે.
માર્કેટમાં પહેલાથી હાજર અન્ય ટ્રેકર્સમાં JioTag પણ શામેલ છે. જો તમે સ્માર્ટ ટ્રેકર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો boAt TAG એક શાનદાર વિકલ્પ બની શકે!