Jawa 350 Legacy Editionનું લોન્ચ, જાણો શું છે ખાસ?
Jawa 350 Legacy Edition: જાવા એ તેની 350 સિરીઝની “Legacy Edition” ભારતમાં લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1.98 લાખ રૂપિયા રાખી છે. આ માત્ર 500 યુનિટ્સમાં ઉપલબ્ધ હશે, એટલે કે માત્ર 500 લોકો જ આના માલિક બની શકશે. આને Jawa Type 353 થી પ્રેરણા લઈને ડિઝાઇન કરવામાં આવી છે અને આને Jawa 350 ના તમામ કલર ઓપ્શન – મેરૂન, બ્લેક, મિસ્ટિક ઓરેન્જ, સ્ટનિંગ ડીપ ફોરેસ્ટ, ગ્રે અને ઓબ્ઝિડિયન બ્લેક માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ડિઝાઇન અને વિશેષતાઓ
Jawa 350 Legacy Editionમાં ક્રોમ ફિનિશ અને ગોલ્ડન પિનસ્ટ્રાઇપ્સ સાથેના બોડી પેનલ અને ફ્યૂલ ટાંકી આપી છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. તેની સાથે સાથે, તેમાં ક્રોમ ફિનિશ સાથેનું ક્રેશ ગાર્ડ, પિલિયન બેકરેસ્ટ અને ટૂરીંગ વિઝર જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
એન્જિન
આ બાઈકમાં કોઈ મેકેનિકલ બદલાવ કરવામાં આવ્યો નથી. તેમાં એજ જૂનો 334 cc, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 22.5 PS પાવર અને 25.1 Nm ટૉર્ક જનરેટ કરે છે. આને સ્લિપ-એન્ડ-અસિસ્ટ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
ફીચર્સ
Jawa 350 Legacy Edition માં પહેલા જે ફીચર્સ હતા તે સાથે નવા semi-digital ઇન્સ્ટ્રૂમન્ટ કન્સોલ આપવામાં આવશે, જેમાં એનાલોગ સ્પીડોમીટર, ઓડોમીટર અને ફ્યૂલ ગેજ સમાવિષ્ટ છે. લિમિટેડ એડિશન તરીકે, રેટ્રો-સ્ટાઇલ હેડલાઇટ કાઉલ, ક્રોમ એલિમેન્ટ અને ક્રોમ ફિનિશ્ડ ટ્વિન એગ્ઝોસ્ટ પણ આપવામાં આવ્યા છે.
બ્રેકિંગ અને સસ્પેન્શન
આ બાઈકમાં 35mm ટેલીસ્કોપિક ફોર્ક અને 5-સ્ટેપ પ્રિલોડ એડજસ્ટેબલ ટ્વિન શોક એબઝોર્બર આપવામાં આવ્યા છે. તેની ટાયર્સ 100 સેકશન સાથે 18 ઇંચનો ફ્રન્ટ વ્હીલ અને 130 સેકશન સાથે 17 ઇંચનો રિયર વ્હીલ હોય છે. આ સાથે, બાઈકમાં 280mmનો ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 240mmનો રિયર ડિસ્ક બ્રેક આપવામાં આવ્યો છે, તેમજ ડ્યુઅલ-ચેનલ ABS સ્ટાન્ડર્ડ છે.
કિંમત અને સ્પર્ધા
Jawa 350 Legacy Edition ની એક્સ-શોરૂમ કિંમત 1,98,950 રૂપિયા છે. આ બાઈક ભારતીય બજારમાં Royal Enfield Classic 350 અને Honda CB 350 જેવી બાઇક સાથે સ્પર્ધા કરશે.